ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 7, 2024 7:46 પી એમ(PM)

printer

રાજ્યમાં આવતીકાલથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનો પ્રારંભ – અમદાવાદ, સુરત સહિત ચાર મહાનગરમાં તિરંગાયાત્રા યોજાશે

કેન્દ્ર સરકારના આવતીકાલથી શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી માટે રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે. રાજ્યમાં આવતીકાલથી 15 ઑગસ્ટ દરમિયાન 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાશે એમ રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
શ્રી સંઘવીએ કહ્યું, આ અભિયાન અંતર્ગત રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ એમ મુખ્ય ચાર શહેરમાં 2થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ સાથે રાજ્યની કુલ 14 હજાર 292 ગ્રામ પંચાયતમાં તિરંગા યાત્રાની ઉજવણી કરાશે. આ યાત્રામાં રાજ્યભરની અંદાજે 2 હજાર 200થી વધુ સંસ્થા સહભાગી થશે.
રમતગમત મંત્રીએ કહ્યું, રાજ્યના તમામ જિલ્લામાં 50 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરાશે. સરકારના વિવિધ વિભાગ દ્વારા યાત્રા દરમિયાન અંદાજે નવ ટેબલો પ્રદર્શિત કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ