રાજ્યમાં આરોગ્ય સુખાકારી સઘન બનાવવાના આશય સાથે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં નવીન ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.આગામી સમયમાં સરકાર દ્વારા વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં મેડિસિટીની સુવિધાઓમાં વધારો કરાશે તેવી પણ જાહેરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી.એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજીત હેલ્થકેર સમિટમાં આરોગ્ય મંત્રીએ પોતાના સંબોધનમાં ઉમેર્યું કે, ગુજરાતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજન ટુરિઝમ ઉપરાંત વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં મેડિકલ ટુરિઝમનો પણ ઉમેરો કરાશે.આ પ્રસંગે મેડિકલ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ 26 જેટલા ડોક્ટર્સને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
Site Admin | માર્ચ 23, 2025 9:42 એ એમ (AM)
રાજ્યમાં આરોગ્ય સુખાકારી સઘન બનાવવાના આશય સાથે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ થશે.
