રાજ્યમાં આઠથી દસ નવેમ્બર દરમિયાન પ્રથમ વખત ઐતિહાસિક આદિવાસી વ્યાપાર મેળો નવસારી જિલ્લામાં યોજાશે. આ મેળામાં નિષ્ણાતો દ્વારા આદિવાસી સમુદાયના નવયુવાનોને પોતાના ઉદ્યોગ-ધંધાને વિકસાવવા અંગે માર્ગદર્શન પણ અપાશે. મેળાનો ઉદ્દેશ કળા, કૌશલ્ય અને કુનેહ ધરાવતા આદિવાસી સમુદાયના યુવાનોને યોગ્ય પ્લેટફૉર્મ પૂરો પાડવાનો છે. આ મેળામાં અંદાજે 50 હજારથી વધુ મુલાકાતીઓ માટે 240થી વધુ હાટડી બનાવવામાં આવી છે. દરમિયાન લોકોને આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિના પણ દર્શન થશે.
Site Admin | નવેમ્બર 6, 2024 10:35 એ એમ (AM)