ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 20, 2024 7:35 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે 87 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

દેવભૂમિદ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રએ રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ એટલે કે, NDRFની 2 ટીમ તહેનાત કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે રાવલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો હતો. NDRFની બીજી ટુકડી ખંભાળિયા ખાતે ખડેપગે રાખવામાં આવી છે.

ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ સવારે 6 થી સાંજના 6 વાગ્યા દરમિયાન 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પોણા સાત ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં નોંધાયો. જ્યારે જૂનાગઢ તાલુકા અને શહેરમાં સવા પાંચ ઇંચ, ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં સાડા ચાર ઇંચ અને તાલાલામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો. આ સિવાયના તાલુકામાં ચાર ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
હાલમાં નર્મદા, કચ્છ, વલસાડ, દેવભૂમિદ્વારકા, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત અને ગીરસોમનાથ એમ 10 જિલ્લામાં NDRFની 10 ટુકડી તહેનાત કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલાક જળાશયો અલર્ટ મોડ પર છે. ગીરસોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, તાલાલા તાલુકાના હિરણ-2 જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં ડેમ 76 ટકા જેટલો ભરાયો છે.

વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, આજે ઉમરગામ અને વલસાડ તાલુકામાં એક—એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, જામનગર નજીક દરેડમાં આવેલું સુપ્રસિદ્ધિ ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે તાલાળા તાલુકાના હિરણ-૨ જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં ડેમ ૭૬ ટકા જેટલો ભરાયો છે, તેમજ ૪ હજાર ૮૮૦ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.

હવામાન વિભાગે આવતીકાલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ, અને દાદરાનગર હવેલી ખાતે, 22મીએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અને દાદરાનગર હવેલી, 23મીએ દીવ, દમણ, તેમજ દાદરાનગર હવેલી, અને 24મી એ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ