રાજ્યમાં આજે 19 ફેબ્રુઆરીએ સૉઈલ હૅલ્થ કાર્ડ દિવસની ઉજવણી કરાશે. યોજના અને તેના લાભ અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. રાજ્યના 2 કરોડ 15 લાખ ખેડૂતોને અત્યાર સુધી સૉઈલ હૅલ્થ કાર્ડ-S.H.C. મળ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003-04માં સૉઈલ હૅલ્થ કાર્ડ યોજના અમલમાં મુકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને ઓળખી આ યોજના અમલમાં મૂકનારું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું.
રાજ્યમાં હાલ 20 સૉઈલ ટેસ્ટિંગ લેબૉરેટરી અને ગ્રામ્ય સ્તરે 27 ખાનગી લેબોરેટરી કાર્યરત્ છે. વર્ષ 2024-25માં S.H.C. યોજના હેઠળ રાજ્ય માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 3 લાખ 81 હજાર નમૂનાનું પરીક્ષણ કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા આ ખરીફ મોસમ સુધીમાં 3 લાખ 82 હજાર 215 નમૂના એકત્રિત કરાયા છે, જે પૈકી 3 લાખ 70 હજાર જેટલા નમૂનાનું પૃથક્કરણ પૂર્ણ થઈ ગયું છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 11:00 એ એમ (AM)
રાજ્યમાં આજે 19 ફેબ્રુઆરીએ સૉઈલ હૅલ્થ કાર્ડ દિવસની ઉજવણી કરાશે.
