સૌરાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ અહેવાલ છે. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના અહેવાલ મુજબ આજે 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નવસારીના ચીખલી તાલુકામાં નોંધાયો. જ્યારે અરવલ્લીના ભિલોદા તાલુકામાં સવા ત્રણ ઈંચ, બનાસકાંઠાના સુઈગામ અને વાવમાં, મહેસાણાના બેચરાજી અને ડાંગના વઘઈ તાલુકામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો છે.
Site Admin | જુલાઇ 2, 2024 3:21 પી એમ(PM)
રાજ્યમાં આજે 146 તાલુકામાં વરસાદ નોંધાયો
