રાજ્યમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો..આજે સવારે છ વાગ્યથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો..જેમાં સૌથી વધુ ખંભાતમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ જ્યારે કઠલાલ, અને આહવામાં અંદાજે બે-બે ઇંચ વરસાદ નોંધાયો હતો..
હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 7:39 પી એમ(PM)