ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 2, 2024 7:54 પી એમ(PM) | સાયબર ક્રાઈમ

printer

રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું.
ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને ટોલ ફ્રી નંબર–૧૯૩૦ પર તુરંત સંપર્ક કરવા જણાવ્યું. વધુમાં તેમણે મોબાઇલ પર પોતાના કોઇપણ પ્રકારના બેંક ખાતા કે અન્ય નાણાંકીય વિગતો ન આપવા લોકોને અનુરોધ કર્યો હતો.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં ‘સાયબર સંવાદ’ યોજાયો. અહીં ઉપસ્થિત સોશિયલ મીડિયાથી પ્રભાવિત યુવાનોને એક પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ. તો બીજી તરફ, પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગે હકારાત્મક અભિગમ દ્વારા પીડિતોને તાત્કાલિક મદદ કરવામાં આવી રહી છે.
વડોદરા સી.આઈ.ડી સાયબર ક્રાઈમ સેલ દ્વારા સામાન્ય નાગરિકો સામે થતા ઓનલાઈન નાણાંકીય ફ્રોડથી બચવા માટે માહિતગાર કરવામાં આવ્યા. લોકોને શેરબજાર, ક્રીપ્ટો જેવા વિવિધ રોકાણોની લોભામણી લાલચમાં આવી નાણાંકીય વ્યવહારો ન કરવા સૂચન કર્યું હતું…
સુરત જિલ્લામાં સાયબર ક્રાઈમ બાબતે થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.
ભાવનગરમાં પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમની કામગીરી, લોકોમાં સાયબર જાગૃતતા, નાણાં પરત જેવી પ્રજાલક્ષી કામગીરી અંગે માહિતી આપવામાં આવી.
સુરેન્દ્રનગરમાં નાયબ પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, જિલ્લામાં તંત્ર દ્વારા ૩૫૦થી વધુ સાયબર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
તાપી જિલ્લા પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદમાં એકાઉન્ટ ફ્રીઝ અંગેના નવા નિયમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
મોરબી જીલ્લા પોલીસે તંત્ર દ્વારા થયેલ વિવિધ સાયબર જાગૃતિના કાર્યક્રમો તેમજ છેતરપીંડી થયેલ રકમની પરત ચૂકવણી અંગેની વિગતો આપી..
જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, જીલ્લામાં સાયબર ક્રાઇમથી બચવા માટે ચાલુ વર્ષે તંત્ર દ્વારા ૧૯ જેટલા સેમિનાર યોજાવામાં આવ્યા હતા..
ગીર સોમનાથ પોલીસે જિલ્લામાં કરવામાં આવી રહેલી સાયબર ક્રાઈમ, દરિયાકિનારે પકડાયેલા ડ્રગ્સ, શ્રાવણ મહિનાને લઈને સોમનાથ મંદિર પરિસરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા સહિતની બાબતે પત્રકારોને જણાવ્યું..
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે લોકોને સાયબર છેતરપીંડી અંગે ટોલ ફ્રી નંબર ઉપરાંત www.cybercrime.gov.in ફરિયાદ કરવા જણાવ્યું છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ