રાજ્યમાં આજે “રાષ્ટ્રીય હાથસાળ દિવસ” નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નિફ્ટ કૉલેજ ખાતે શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ જતીન ગોયલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે, આ કાર્યક્રમમાં વાઇબ્રન્ટ ફેશન શો અને હાથસાળ વણાટ કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કારીગરો અને વણકરોને વધુ માન્યતા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 7, 2024 7:54 પી એમ(PM)