રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા તાપીના વ્યારા શહેરમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે પણ વરસાદ વરસ્યાના અહેવાલ મળેલ છે.
અમરેલીના ધારી શહેરમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાંક સ્થળોએ વરસાદી ઝાપટાં પડયાં હતા..
છુટાછવાયા વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન નહિવત વરસાદની આગાહી કરી છે. જ્યારે 26થી 28 સપ્ટેમ્બર દરનિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવતું યલો એલર્ટ જાહેર કર્યુ છે..
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 7:25 પી એમ(PM)