ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 29, 2024 7:49 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી.

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. આજે સવારે 6 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં કુલ 77 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સૌથી વધારે સવા ત્રણ ઇંચ વરસાદ વડોદરા તાલુકામાં વરસ્યો હતો..
ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી બોટાદનો લીંબાળી બંધ છલકાઇ જતાં બંધના 6 દરવાજા અડધો ફુટ ખોલવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોને ચેતવણી આપવામાં આવી છે. જિલ્લાના બરવાળા શહેરમાં ત્રણ માળના એક મકાન પર વીજળી પડી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની કે ઇજા થઈ ન હતી.
મહિસાગર જિલ્લાના કડાણા બંધમાં હાલ 1 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક હોવાથી બંધના 10 દરવાજા ખોલી 75 હજાર ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું.
ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલો શેત્રુંજી બંધમાં બે ફૂટની પાણીની આવક થતા સપાટી વધીને 32 ફૂટ 9 ઈંચે પહોંચી છે. જેને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને કારણે બંધ હેઠળના પાલીતાણા તાલુકા તથા ભાવનગરના 17 ગામને ચેતવણી છે.
સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ઇડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ