ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 7, 2024 7:08 પી એમ(PM)

printer

રાજ્યમાં આજે અકસ્માત અને ડૂબી જવાની ઘટનાઓમાં 6 મૃત્યુ નીપજ્યા છે

રાજ્યમાં આજે અકસ્માત અને ડૂબી જવાની ઘટનાઓમાં 6 મૃત્યુ નીપજ્યા છે.

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર આજે બપોરે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરીનો અકસ્માતમાં એક બાળક અને પુરૂષ સહિત ત્રણનાં મોત થયા હતા, જ્યારે 52 જેટલા લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે..પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રથામિક માહિતી મુજબ આ તમામ શ્રધ્ધાળુઓ ખેડા જિલ્લાના હતા.. તેઓ દર્શન કરી પરત જતા હતા, ત્યારે રસ્તામાં બસ પલટી મારી રેલીંગ સાથે અથડાતા આ ઘટના બની હતી.

અન્ય બનાવમાં મોરબીમાં ડૂબી જવાની બે જુદી જુદી ઘટનામાં એક બાળક સહિત બે ના મોત થયા છે. મોરબીથી અમારાં પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે ,જૂના આર ટી ઓ પુલ પાસે મચ્છુ ૩ ડેમમાં ડૂબી જતાં યુવાનનું મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં ગુંગણ ગામે ખેત તલાવડીમાં ડૂબી જતાં20 વર્ષીય માતા અને 7 માસની પુત્રીના મોત નિપજ્યાં હતા. બનાવ અંગે મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ