રાજ્યમાં આજથી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચની સુચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે અને ત્યારબાદ 23 અને 24મી નવેમ્બરે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે.
આ ખાસ ઝૂંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી બુથ લેવલ ઑફિસર જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે. આગામી પહેલી જાન્યુઆરી, 2025ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે. આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે. વધુમાં ખાસ ઝૂંબેશના દિવસો સિવાય 28 નવેમ્બર 2025 સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાસે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકાશે.
Site Admin | નવેમ્બર 17, 2024 3:17 પી એમ(PM)