રાજ્યમાં આજથી 2 દિવસ કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં વરસાદનું જોર ફરી એક વાર ઘટ્યું છે. સત્તાવાર યાદી પ્રમાણે, આજે 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધારે પોણા એક ઈંચ વરસાદ તાપીના નિઝર તાલુકામાં વરસ્યો છે.
તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, વરસાદને પગલે મોટા ભાગના ધોધ સક્રિય થતાં કુદરતી સૌંદર્યને નીહાળવા દૂરદૂરથી પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકો આવી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 76.19 ટકા વરસાદ નોંધાયો છે.
ડાંગનાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, આજે સવારે 8 વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના વઘઇ તાલુકાનો આહેરડી-બોરદહાડ રોડ, માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-એક અને બે તેમ જ ઘોડવહળ વી. એ. રોડ તેમ જ ક્યાંક કોઝ-વે ઑવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઈન ઑવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 3:29 પી એમ(PM) | વરસાદ