ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 11:42 એ એમ (AM)

printer

રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
સત્તાવાર યાદી મુજબ, છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજ, કેશોદ અને ગાંધીનગરમાં 14, કંડલા હવાઈમથક, અમરેલી, રાજકોટ, પોરબંદર અને ડીસામાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. જ્યારે અમદાવાદ સિવાયના તમામ શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ