ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 24, 2024 7:41 પી એમ(PM)

printer

રાજ્યમાં આજથી બીજા તબક્કાના તમાકુમુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી બીજા તબક્કાના તમાકુમુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો છે. આગામી 23 નવેમ્બર સુધી યોજાનારા આ અભિયાન અંતર્ગત તમાકુમુક્ત શાળા, તમાકુમુક્ત ગામ સહિતના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ અંગે અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈએ જણાવ્યું કે, વિશ્વમાં દરવર્ષે તમાકુના કારણે 80 લાખ લોકાના મોત નીપજે છે અને પરોક્ષ ધુમ્રપાનની અસરથી વિશ્વમાં દર વર્ષે 10 લાખ લોકો જીવ ગુમાવે છે. તેમણે ઉંમેર્યું કે, તમાકુની આદત છોડવી મુશ્કેલ વાત નથી. કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારથી વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુંનું વ્યસન છોડી શકે છે.
દાહોદમાં ખાનગી હોસ્પિટલ અને કોલેજ દ્વારા યોજાયલા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંગેના કાર્યક્રમનું કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપ રાવ જાધવે વર્ચુઅલ ઉદઘાટન કર્યું.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જિલ્લા વિકાસ અધિકારીએ તમાકુ નિયંત્રણ જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. દરમિયાન ઉપસ્થિત લોકોએ તમાકુ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી.
તો કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ટોકરખાડા (EM) ખાતે મદદનીશ કલેક્ટર પિયુષ કુમારે તમાકુમુક્ત યુવા અભિયાનનો આરંભ કરાવ્યો. તેમજ યુવાનોને તમાકુના સેવનથી થતા શારિરીક જોખમો વિશે માહિતી આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ