રાજ્યમાં આગામી 7 દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં નવરાત્રિમાં પણ છુટો છવાયો વરસાદ ચાલુ હતો અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો., પરંતુ હવે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતાઓ છે. રાજ્યભરના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.
હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યને અસર કરે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થયું છે. જે બે દિવસ બાદ ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાશે. જેથી કરીને વાતાવરણ સુકું રહેશે અને લોકોને ગરમીનો અનુભવ થશે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 7:23 પી એમ(PM) | હવામાન વિભાગ