રાજ્યમાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. સત્તાવાર યાદી મુજબ, હાલમાં રાજ્યનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ, રાજકોટ, મહુવા અને બનાસકાંઠાના ડીસા અને નોંધાયું છે. જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વડોદરા અને કંડલા હવાઈમથક પર મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. જ્યારે સૌથી ઓછું 29 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન દેવભૂમિદ્વારકા જિલ્લામાં નોંધાયું છે.
Site Admin | માર્ચ 21, 2025 9:33 એ એમ (AM)
રાજ્યમાં આગામી 48 કલાકમાં પારો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી.
