હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. તેમજ આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. આગામી 25 તારીખ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ ખાતે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Site Admin | એપ્રિલ 22, 2025 9:36 એ એમ (AM)
રાજ્યમાં આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી
