ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 5, 2025 12:05 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે એમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. જ્યારે જુનાગઢના કેશોદમાં 14, ભુજ, પોરબંદર, રાજકોટ અને દીવમાં 15—15 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન રહ્યું છે. આ સિવાયના શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી વધુ રહ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ