ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 5, 2025 12:01 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.

રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ પહેલા અનેક નગરપાલિકાઓ બિનહરીફ જાહેર થઈ હોવાના અહેવાલ છે.
પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, હાલોલ નગરપાલિકાની સામાન્ય 9 વૉર્ડની 36 બેઠક માટે ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના મળીને કુલ 72 જેટલા ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યા હતા. સોમવારે અને ગઈકાલે બપોર સુધીમાં કુલ 21 જેટલા લોકોએ પોતાના ઉમેદવારી પરત ખેંચી લેતાં ભાજપના 21 જેટલા ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.
અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, જાફરાબાદ નગરપાલિકામાં 28માંથી 16 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી અધિકારી ડી. એ. ગોહિલના જણાવ્યા મુજબ, 28 બેઠક માટે કુલ 57 ઉમેદવારીપત્ર મળ્યા હતા, જેમાંથી એક ઉમેદવારીપત્ર રદ થયું અને 17 ઉમેદવારોએ પોતાના પત્ર પરત ખેંચ્યા હતા. હવે માત્ર 23 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં 9 ઉમેદવાર બિનહરીફ જાહેર થતા, હવે બાકી રહેલા 44 ઉમેદવાર માટે ચૂંટણી યોજાશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ