રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. તેમ જ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. ગત 24 કલાકમાં રાજ્યમાં લઘુતમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ જુનાગઢના કેશોદમાં નોંધાયું છે. જ્યારે 35.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 અને મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે.
આગામી 24 કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:08 પી એમ(PM) | વાતાવરણ
રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે
