રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જ્યારે સૌથી ઓછું 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન દીવ, અને જુનાગઢના કેશોદમાં નોંધાયું છે. ગત 24 કલાકમાં અમદાવાદ, ભાવનગર, કચ્છના ભુજ અને ગીરસોમનાથના વેરાવળનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે પોરબંદર, ભાવનગરના મહુવા અને ગાંધીનગરમાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 11:13 એ એમ (AM)
રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી
