ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 7:01 પી એમ(PM) | વાતાવરણ

printer

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકૂ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકૂ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશા ના મેદાની પ્રદેશના પવનો સૂકા હોવાથી, તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતાઓ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે. આ વર્ષે રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.
દરમિયાન છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં દિવસ દરમિયાન સૌથી વધુ 35.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ભાવનગરમાં નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન પોરબંદરમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ