રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ દિવસો દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહેશે. હાલમાં રાજ્યમાં સૌથી ઓછું 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન જુનાગઢના કેશોદ અને બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે. જ્યારે ભાવનગરના મહુવા અને ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ, તેમજ કચ્છના નલિયા, કંડલા બંદર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે.
દેવભૂમિદ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે કે, જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં ફેરફાર થતાં ખેડૂતોની ચિંતા વધી છે. જો વરસાદ થશે તો ચણા, જીરું, ઘઉં, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 3:38 પી એમ(PM) | લઘુત્તમ તાપમાન
રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે
