ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 29, 2024 7:10 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેવાની શક્યતા છે અને તાપમાન યથાવત રહેશે

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેવાની શક્યતા છે અને તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, રાજ્યમાં જે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા બરફીલા પવનો આવી રહ્યા હતા, તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફની રહેવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર- કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના
છે.રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે રાજકોટમાં 9.3, અમદાવાદમાં 15, વડોદરામાં 17.8 અને સુરતમાં 17 ડિગ્રી
સેલ્સિયસ નોંધાયું હતું.વલસાડમાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાકભાજીના તૈયાર પાક અને આંબાવાડીમાં તકેદારી રાખવા બાગાયત વિભાગે સૂચના આપી છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ