રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ આગાહી નથી. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે કંડલા હવાઈમથક પર 15, ભુજમાં 17, કંડલા બંદર પર 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉપરાંત ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં 18, અમરેલીમાં 17, રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં 15, ગાંધીનગરમાં 14 ડિગ્રી તેમજ દ્વારકા અને વેરાવળમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Site Admin | નવેમ્બર 26, 2024 9:54 એ એમ (AM) | તાપમાન