રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદના પ્રમાણમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાઠાં અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ અને મોરબી, ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર અને દાહોદમાં અને દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગ સિવાયના જીલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે..
જ્યારે સૌરાષ્ટ્ર, અમદાવાદ, પંચમહાલ, આણંદ, ખેડા અને છોટાઉદેપુરમાં વરસાદની કોઇ ચેતવણી જાહેર કરાઇ નથી. આવતીકાલે કચ્છ, મોરબી અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 3:08 પી એમ(PM)
રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદના પ્રમાણમાં ઘટાડાની આગાહી કરવામાં આવી
