ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 10:12 એ એમ (AM)

printer

રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. હવામાન ખાતાની યાદી મુજબ, આ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે આજે પોરબંદરના વિવિધ વિસ્તારમાં ગરમીનું મોજું ફરી વળે તેવી શક્યતા છે.ગત 24 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમન સુરેન્દ્રનગર, મહુવા અને કેશોદમાં નોંધાયું છે. જ્યારે અમરેલી, વેરાવળ, દીવ અને સુરતમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ સિવાયના જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાન 34થી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ