રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. જ્યારે આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે માહિતી આપી.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 37 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ અને કચ્છના કંડલા હવાઈમથક પર નોંધાયું હતું. જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, બનાસકાંઠાના ડીસા અને કચ્છના ભુજમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતું. આ સિવાયના જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 31થી 35 વચ્ચે રહ્યો હતો.