રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લોમાં અતિભારે વરસાદની શક્યતા જાહેર કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાની માહિતી હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપી હતી..
બીજી તરફ પોરબંદરના દરિયા કિનારે હવે 2 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે.
દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં વધારો થથા ગરમીનું પ્રમાણ વધ્યું છે. સૌથી વધુ 34 ડિગ્રી મહત્તમ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. આ ઉપરાંત, સુરત, વડોદરા સહિત 10 શહેરોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીને પાર પહોચ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:43 એ એમ (AM)