રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યભરના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.
હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યને અસર કરે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું દાના વાવાઝોડું ઓડિશા અને પશ્વિમ બંગાળના તટીય વિસ્તારો ઉપરથી પસાર થશે જેની ખાસ અસર ગુજરાત પર વર્તાવાની શક્યતા નહીંવત છે.
Site Admin | ઓક્ટોબર 24, 2024 8:48 એ એમ (AM) | ગરમી
રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
