ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 26, 2025 9:45 એ એમ (AM)

printer

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી છે. આજે આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ 41.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. છેલ્લાં પાંચ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન છ ડિગ્રી વધ્યું છે. ગઈકાલે રાજ્યનાં આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થયુ હતું, જેમાં રાજકોટ, ડાંગ, ગાંધીનગર, વડોદરા, ડીસા અને અમરેલી જિલ્લાનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ