રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન અને આગામી 48 કલાક લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.ગત 24 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું છે. જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા અને જૂનાગઢના કેશોદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 31થી 37 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે.
Site Admin | માર્ચ 20, 2025 9:45 એ એમ (AM)
રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીંવત્.
