રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસ જણાવે છે કે, રાજ્યમાં હાલમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી ચાર દિવસ પણ આ જ સ્થિતિ યથાવત્ રહેતા કોઈ મોટો ફેરફાર નોંધાશે નહીં.દાસે ઉમેર્યું કે, હાલમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 13થી 14 ડિગ્રી સેલ્સિયસનો તફાવત રહેતા દિવસ દરમિયાન અત્યંત ગરમી અને સાંજ બાદ થોડાક અંશે ઠંડકનો અહેસાસ થાય છે. આગામી નવેમ્બર મહિનાથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી શિયાળાનો પ્રારંભ થશે.
Site Admin | ઓક્ટોબર 24, 2024 7:50 પી એમ(PM) | હવામાન વિભાગ
રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી
