ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2024 3:25 પી એમ(PM) | #Akashvani AkashvaniNews

printer

રાજ્યમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

રાજ્યમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં સૌથી વધુ તાપીના કુકરમુંડા તાલુકામાં સવા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો પલસાણા, સાગબારા, ક્વાંટ, હાંસોટમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો..
અમદાવાદમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.. વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે.
છોટાઉદેપુરના કવાંટ તાલુકાની કરા નદીમાં ઘોડાપુર આવતાં એક યુવતી તણાતાં હાલ આ યુવતીને રેસક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તો સાબરકાંઠાના સલાટપુર નજીક એક શ્રમજીવી પર વીજળી પડતા મોત થયું હતું..
સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદી માહોલમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુનો વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે..
ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ચાર દરવાજા ખોલાયા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 45 હજાર 965 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.. હાલ ડેમની જળ સપાટી 335 ફૂટ પર પહોંચી છે.. તાપી નદીની આસપાસના ગામોને હાલ એલર્ટ કરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ