હવામાન વિભાગે આજે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હિટવેવ- ગરમીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલૉ અલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન આગામી પાંચ દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. જ્યારે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે તેમ હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન મહુવામાં નોંધાયું. જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં 41 ડિગ્રી, પોરબંદર અને કેશોદમાં 40 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
Site Admin | એપ્રિલ 1, 2025 10:19 એ એમ (AM)
રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ હળવા વરસાદની આગાહી
