રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.આ તરફ મધ્ય ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી દમણ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો.તો બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે રાપરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. દરમિયાન હવામન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાતમાં દાહોદના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણગુજરાતની વાત કરીએ તો, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ,તાપી અને દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ તેમજદિવના કેટલાક વિસ્તારોમાં છૂટછવાયા વરસાદની આગાહી છે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 5:41 પી એમ(PM)