રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં ખાસ કરીને હિમાલયની પર્વતમાળામાં હિમવર્ષાના અભાવે રાજ્યમાં ગરમીનો માહોલ છે .
હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં શુષ્ક વાતાવરણ રહેશે આ સાથે જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા સૂકા પવાનોને કારણે દિવસ દરમિયાન અત્યંત ગરમીનો અનુભવ રહેશે અને સાંજ પડતા જ થોડા અંશે ઠંડક અનુભવાશે. છેલ્લા 24 કલાક દરમિયાન દિવસનું સૌથી મહત્તમ તાપમાન રાજકોટ જિલ્લામાં 37.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું 17.1 ડિગ્રી સેલ્સ લઘુત્તમ તાપમાન દાહોદમાં નોંધાયું .ડિગ્રી અમદાવાદ શહેરમાં 37.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અને 21.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.જે આ વર્ષનું ચોમાસા બાદ સૌથી લઘુત્તમ તાપમાન રહ્યું હતું