ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 20, 2025 4:08 પી એમ(PM) | આઇ.પી.એસ.

printer

રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં કહ્યું

રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું. રાજ્યને ફાળવવામા આવેલા આઇ.પી.એસ. અધિકારીઓમાં ૩૪ મહિલા આઈ.પી.એસ. અધિકારીઓનો સમાવેશ પણ કરાયો હોવાનો કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્ય મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો હતો.
તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની કુલ ૨૦૮ જગ્યાઓ મંજૂર થયેલી છે. તે પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે અને ૧૦ જગ્યાઓની ઘટ છે. તેમાં પણ ગત મહિને એક જગ્યા ભરાતા હવે ૯ જગ્યાઓની ઘટ છે. બાકી રહેલી જગ્યાઓ પણ ઝડપથી ભરી દેવામાં આવશે. રાજ્યના કેટલા આઇ.પી.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે તે સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કેન્દ્રીય નીતિ મુજબ રાજ્યમાંથી ૪૫ આઇ.પી.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હોઇ શકે તેની સામે ગુજરાત રાજ્યમાંથી ૨૪ આઇ.પી.એસ.અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર છે.
રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં મહિલાઓને વિશેષ જવાબદારી આપવામાં આવી રહી છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ