રાજ્યમાં અનધિકૃત રીતે નાણાં ધીરનાર કુલ 565 આરોપી સામે 323 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 343 આરોપીની અટકાયત કરવામાં આવી છે.
રાજ્યભરમાં પોલીસે અનધિકૃત રીતે નાણાં ધીરનાર સામે 31 જુલાઈ સુધી વિશેષ ઝૂંબેશ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે યોજેલા 1 હજાર 648 લોકદરબારમાં 76 હજાર નાગરિકો જોડાયા હતા. પોલીસની આ કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં તેમ જ અનેક લોકોને પોતાની ફસાયેલી મૂડી પરત મળી છે