રાજ્યમાં અત્યાર સુધીમાં 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 82.67 ટકા જ્યારે સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 49 ટકા જેટલો વરસાદ નોંધાયો છે..
રાજ્યના જળશયોની સ્થિતિની જાહેર થયેલી સત્તાવાર માહિતી અનુસાર સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 66.44 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.. જ્યારે અન્ય 206 જળાશોયમાં 60.70 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જેમાં 61 ડેમ હાઇએલર્ટ પર, 14 એલર્ટ અને 12 ચેતવણી પર રખાયા છે.. તાજેતરમાં નવસારી જીલ્લામાં થયેલા ભારે વરસાદને અનુસંધાને 5 હજાર 340 લોકોની સાથે રાજ્યમાં કુલ 17 હજારથી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું છે.. જ્યારે આણંદમાં 540 સાથે રાજ્યમાં કુલ 1 હજાર 646 લોકોને બચાવ રાહત ટુકડી અને અગ્નિશમન દળ દ્વારા બચાવાયાં હતાં.
વરસાદ દરમિયાન, રાજ્યભરમાં અત્યાર સુધીમાં 86.13 ટકા ખરિફ પાકનું વાવેતર થયું છે..
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:28 પી એમ(PM)
રાજ્યમાં અત્યાર સુધીમાં 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે
