રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લાના 94 તાલુકામાં વરસાદ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધુ સરેરાશ 183 ટકા વરસાદ કચ્છ અને 131 ટકા વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 130 ટકા વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 3:14 પી એમ(PM) | વરસાદ