રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 980 મીલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો છે.આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકમાં રાજ્યના 33 જીલ્લાઓના 222 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે.કચ્છના માંડવીમાં 388 અને મુંદ્રામાં 217 મીલીમીટર, દેવભૂમિ દ્વારકના મુખ્યમથક ખાતે 186 મીલીમીટર વરસાદ વરસ્યો છે.
જો કે, આજે સવારના છથી દસ વાગ્યા સુધીમાં પાંચ તાલુકાઓમાં સૌથ વધુ કચ્છના મુદ્રામાં 26 મીલીમીટર, અંજારમાં 15, જામનગરના જોડીયામાં અને કચ્છના ભૂજમાં સામાન્ય વરસાદ વરસ્યો છે.રાજ્યના સૌથી મોટા સરદાર સરોવરમાં 86 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે.જ્યારે 206 જેટલા અન્ય જળાશયોમાં પાણીનો 76 ટકા કરતાં વધુ જળસંગ્રહ થયો છે.જેમાં 129 ડેમ હાઇએલર્ટ પર મૂકાયા છે.અત્યાર સુધીમાં પૂરપ્રકોપમાં ફસાયેલા 50 હજાર કરતાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જેમાં વડોદરામાં 13 હજાર 896 લોકોને સલમત સ્થળે લઇ જવાયા છે.આ દરમિયાન 4 હજાર 225 લોકોનું એન઼ડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ અને સૈન્યાના જવાનો દ્વારા રેસ્ક્યુ કરાયું છે.વરસાદને કારણે કેટલાંક રાજ્ય ધોરીમાર્ગ, ગ્રામ્ય વિસ્તારના રસ્તા પણ ધોવાઇ ગયા હતા.જેમાં 63 રાજ્ય ધોરીમાર્ગ 82 અન્ય રસ્તા, પંચાયતના
707, નવ નેશનલ હાઇવે બંધ છે.અત્યાર સુધીમં 858 જેટલા માર્ગો બંધ થયા છે..જેને કારણે અવરજવર પર અસર થઇ છે.રસ્તોઓ બંધ થતા બસ વ્યવહાર પણ ખોરવાયો છે..રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા 813 રૂટની 2 હજાર 863 ટ્રીપ બંધ થઇ છે..વરસાદ બાદ રાજ્યના ખેડૂતો 95 ટકા વાવેતર કરી લીધુ છું.હવામાન વિભાગે બીજી સપ્ટેમ્બર સુધી માછીમારે દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
Site Admin | ઓગસ્ટ 30, 2024 3:02 પી એમ(PM) | વરસાદ