રાજ્યમાં અત્યાર સુધીમાં એન્કેફેલાઇટીસ – ચાંદીપુરાના કુલ 159 કેસો નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ પંચમહાલ જિલ્લામાં 7 કેસ જ્યારે અમદાવાદ, જામનગર, મોરબી, વડોદરા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભરૂચ, પોરબંદર અને પાટણ જિલ્લામાં સૌથી ઓછા 1-1 પોઝીટીવ કેસ મળેલ છે. નોંધાયેલ 159 કેસમાંથી કુલ 71 દદીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 14 દર્દી દાખલ છે તથા 74 દર્દીઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કૂલ 52 હજાર 153 ઘરોમાં સર્વેલિયન્સની કામગીરી કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:54 એ એમ (AM)