ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 8, 2024 10:43 એ એમ (AM) | ગરમી

printer

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લેતાં જ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લેતાં જ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ગઈ કાલે અમદાવાદ સહિત રાજ્યનાં આઠ શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું હતું. નલિયામાં સૌથી વધુ 38.2 તાપમાન હતું, જ્યારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ હતું. છેલ્લાં ચાર દિવસમાં શહેરનાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરી છે. ગઇ કાલે,સુરતમાં 37.2, રાજકોટમાં 36.8 ડિગ્રી, ડાંગમાં 37.5 અને ભુજમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ