રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી હતી.
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આજવા સરોવર અને દેવ ડેમમાંથી આવેલા પાણીને કારણે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું અને શહેરના કેટલાંક વિસ્તારોમાં દસ ફૂટ જેટલું પાણી છે..જેને કારણે રાહત અને બચાવ માટે આર્મીની વધુ ત્રણ કુમુક, એનડીઆરએફ ટીમોની મદદ લેવાઇ છે..
ફસાયેલા લોકો માટે એક લાખ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું હતું.
શ્રી પટેલે જણાવ્યું કે, વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં છ હજારથી પણ વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે. ૧૨૦૦થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ રાહત અને બચાવ કામગીરી અંગેની વિગતો આપી હતી…
Site Admin | ઓગસ્ટ 28, 2024 7:13 પી એમ(PM) | રાજ્યમંત્રી