રાજ્યભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી…
ગુજરાતની વડી અદાલતના પરિસર ખાતે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું..
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ કાર્યાલય પરિસરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી..
પાટણ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમારા પ્રતિનિધિ રમેશ સોલંકીએ હર ઘર તિરંગા ઝુંબેશમાં ભાગ લેનારા નર્સિંગના વિદ્યાર્થિની ખુશી સોલંકી સાથે વાત કરી…
(બાઇટ- ખુશી સોલંકી- વિદ્યાર્થીની)
પાટણ એ.સી.બી.પોલીસ સ્ટેશન દ્વારા ધ્વજ વંદન સાથે ફરીયાદીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો..
મહીસાગર જિલ્લાના 6 તાલુકામાં 77 અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા, વૃક્ષારોપણ અને ટકાઉ વિકાસ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
તો પોરબંદરમાં મધદરિયે તિરંગો ફરકાવવામાં આવ્યો..
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને કેસરી, સફેદ અને લીલા વસ્ત્રોથી આભૂષિત કરવામાં આવ્યા અને મંદિરના ટ્રસ્ટીએ મંદિર પરિસરમાં જ ધ્વજવંદન કર્યું.
દ્વારકાના જગતમંદિરના શિખર ઉપર રાષ્ટ્રપ્રેમની ધજા ચડાવવામાં આવી..
યાત્રાધામ પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર પણ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા..
અમદાવાદ આકાશવાણી પરિસરમાં કાર્યાલય અધ્યક્ષ એન.એલ. ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ભરત દેવમણિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કરાયું.
Site Admin | ઓગસ્ટ 15, 2024 4:16 પી એમ(PM)