ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 19, 2024 3:00 પી એમ(PM)

printer

રાજ્યભરમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ

રાજ્યભરમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન આ પ્રકારનું જ વાતાવરણ અનુભવાશે જેમાં મોટેભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તે સાથે જ આગામી 05 દિવસ દરમિયાન ગાજવીજ સાથે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તદુપરાંત લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ સામાન્ય કરતાં વધારો નોંધાયો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જે આગામી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેશે આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય કરતાં તાપમાન પણ વધારે રહેશે. હાલમાં ગુજરાત ઉપર કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ પવનની દિશા બદલાતા કેટલાક વિસ્તારમાં હળવા છૂટાછવાયા વરસાદી ઝાપટા થઈ શકે છે.
ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે આહવા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શુક્રવાર સાંજે ડાંગના અંતરિયાળ ભાગોમાં વરસાદનું આગમન થયું હતું. સાપુતારા, વઘઈ અને સુબિર પંથકના ગામડાઓમા પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
જોકે આહવામાં ગઈકાલથી આજ સવાર સુધી ભારે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આંકડાઓ અનુસાર સાંજે 1 વાગ્યેથી વહેલી સવારે 4 વાગ્યા સુધી આહવામાં 2 ઇંચ, વઘઈમાં પોણો ઇંચ, સાપુતારામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ તરફ તાપી જિલ્લાના ઉચ્છલમાં ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ સાથે પડેલા વરસાદ બાદ કેટલાક ઘરોને નુકસાન પહોંચ્યુ હતું. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે સેલુડ ગામે કાચા મકાન પર વીજળી પડતા ઘરને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ