હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની વિવિધ શાળાઓ, કોર્પોરેશન, ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો તેમજ આમ નાગરીક આ અભિયાનમાં સહભાગી બની પોતાનું યોગદાન આપી રહ્યા છે.
તા. 9 ઓગસ્ટ થી સમગ્ર દેશમાં શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાનને કૃષિ સાથે સાંકળી ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે હર ઘર તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગામના ખેડૂત ભાઈ-બહેનો, સ્થાનિક આગેવાનોએ ભાગ લીધો હતો.
યાત્રા દરમ્યાન સમગ્ર વાતાવરણ “જય જવાન – જય કિસાન” ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતુ. ઉપરાંત કોડીનાર અને વેરાવળ મુકામે વિવિધ જૂથો દ્વારા યોજાયેલી મહેંદી હરીફાઈનાં કાર્યક્રમમાં 225 થી વધુ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. જામનગરના જામજોધપુર ખાતે પણ તિરંગા યાત્રા નિકાળવામાં આવી હતી જેમાં રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય ૨૨૦૦ થી વધુ લોકો જોડાયા હતા. તો સુરત ખાતે બાલાજી ગર્લ્સ હાઇસ્કુલ, ભાગળમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ..
જ્યારે તાપી જિલ્લાના સોનગઢ ખાતે પોલીસ વિભાગ દ્વારા નિકાળવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા.. ત્રીવેણી મેદાન, દાહોદ ખાતે શિક્ષણ અને પંચાયત વિભાગ દ્વારા બાળકોને તિરંગા અંગેની જાણકારી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લામાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ઉપરાંત વિવિધ જાહેર સ્થળ પર સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા હતા.. પાટણ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા નિકળી હતી જેમાં ચાણસ્મા, સિધ્ધપુર તેમજ શંખેશ્વર અને પાટણની સ્થાનિક શાળાના વિદ્યાર્થિઓ, આચાર્ય તથા શિક્ષકો જોડાયા હતા. ઉપરાંત આજ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ગીત સંગીત અને વક્તૃત્વ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ..
નર્મદા જિલ્લામાં પણ દેડિયાપાડા પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા રેલી નિકાળવામાં આવી હતી. જ્યારે ગરુડેશ્વરના કુંભીયા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થિઓ દ્વારા તિરંગા રેલી કાઢવામાં આવી હતી અમરેલી જિલ્લામાં ચલાલા નગરપાલિકા દ્વારા તમામ શાળાઓ માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
Site Admin | ઓગસ્ટ 12, 2024 10:52 એ એમ (AM) | aakshvaninews | HARGHARTIRANGA